વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે રાજનેતાઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી.