ભારતીય સેના સામાન્ય નાગરિકોને પણ સેનામાં સામેલ થવાની તક આપવા માટે વિચારી રહી છે. ભારતીય સેના દેશવાસીઓ માટે ત્રણ વર્ષની ટૂર ઓફ ડ્યૂટીના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થઇ જાય છે તો, દેશના ઇતિહાસમાં એક મોટુ ક્રાંતિકારી પગલુ ગણાશે.
ભારતીય સેના દેશના કુશળ નાગરિકોને સેનામાં સામેલ કરવા ઇચ્છી રહી છે અને ટૂર ઓફ ડ્યૂટીના પ્રસ્તાવથી સેના તેના આ લક્ષને પ્રાપ્ત કરી શકે એમ છે. વર્તમાન સમયમાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા સેના જોઇન કરનારાઓએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી નોકરી કરવી ફરજીયાત છે. હાલમાં આ નિયમમાં ઓછી સમય મર્યાદાની કોઇ જોગવાઇ નથી.