કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને લોકડાઉન ફેલ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ બે મહિના પહેલાં કહ્યું હતું કે, આપણે 21 દિવસમાં કોરોના વાઈસને હરાવી દઈશું પરંતુ આજે 60 દિવસ પછી પણ આપણાં દેશમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકડાઉનનો ઉદ્દેશ સંપૂર્ણ રિતે ફેઈલ થયો છે. લોકડાઉનના ચાર તબક્કામાં પણ PMને આશા હતી તેવા પરિણામો નથી મળ્યા. આ સંજોગોમાં અમે બધા સરકારને પૂછવા માંગીએ છીએ કે, હવે સરકાર આગળ શું કરવાની છે. કારણકે લોકડાઉન ફેઈલ થઈ ગયું છે. રાહુલે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી શરૂઆતમાં ફ્રન્ટ ફૂટ પર રમતા હતા પરંતુ હવે તેઓ બેકફૂટ પર આવી ગયા છે. પરંતુ પીએમએ ફરી ફ્રન્ટફૂટ પર આવવું પડશે.