Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીડિયા સાથે કોરોના વાયરસના વધી રહેલા જોખમ અને લોકડાઉનના કારણે જે મુશ્કેલીઓ આવી રહી છે તેના અંગે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ કરતી આવી છે. ત્યારે રાહુલ ગાંધીએ સરકારે લોકડાઉન ખોલવાની નીતિ અંગે જનતા સાથે સ્પષ્ટતા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે ભારતમાં જૂન-જુલાઈ બાદ પણ કોરોના પ્રસરવાની ઝડપ વધી શકે છે અને સરકારે સીધું મજૂરોના ખાતામાં જ પૈસા જમા કરવા જોઈએ.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "કોંગ્રેસે સરકારને કેટલાક સૂચનો આપવાનો નિર્ણય લીધો છે તથા હવે લોકડાઉન ખોલવાની તૈયારી કરવાનો અને નાના વેપારીઓને રાહત પેકેજ આપવાનો સમય આવી ગયો છે. સરકારે ક્યારે લોકડાઉન ખોલવામાં આવશે તે લોકોને જણાવવું પડશે કારણ કે, લોકડાઉન દરમિયાન ઘણું બધું બદલાઈ ગયું છે અને મહામારી ખૂબ ખતરનાક થઈ ગઈ છે."

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનને કેન્દ્ર સરકારનો હિસ્સો બનાવવા જોઈએ અને સાથે મળીને રણનીતિ પર કામ કરવું જોઈએ. વધુમાં તેમના મતે લોકડાઉન ખોલી દેવાની જરૂર છે કારણ કે, કોઈ પણ વેપારી સપ્લાય ચેઈનની મુશ્કેલી જણાવી રહ્યો છે અને પ્રવાસી મજૂરો, ગરીબો, નાના વેપારીઓને પૈસાની જરૂર છે તથા અનેક લોકોને નોકરી ગુમાવવી પડે તેવો સમય આવી ગયો છે.

રાહુલે જણાવ્યું કે, "સરકાર વિચારી રહી છે કે, જો ઝડપથી પૈસા વાપરશે તો રૂપિયાનું મૂલ્ય કથળશે પરંતુ હાલના સમયે સરકારે જોખમ લેવું પડશે કારણ કે, જમીની સ્તરે પૈસા પહોંચાડવા જરૂરી છે. સરકાર જેટલું વિચારી રહી છે તેટલો આપણો સમય બરબાદ થઈ રહ્યો છે. આજે કોઈ કોંગ્રેસ, આરએસએસ કે ભાજપનું નથી પણ દરેકે એક હિંદુસ્તાની તરીકે ઉભા રહીને લડવું પડશે. દરેકે ભયના માહોલનો અંત લાવવો પડશે નહીં તો લોકડાઉન દૂર નહીં થાય."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ