કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત યોજના પણ તૈયાર કરી લીધી છે. શરૂઆતમાં પ્રમાણમાં ઓછી સંખ્યામાં ટ્રેનોને કાર્યરત કરવામાં આવશે. આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવશે.
ભારતીય રેલવેની યોજના 12 મે, 2020થી મુસાફર ટ્રેનો ધીમે ધીમે ફરી કાર્યરત કરવામાં આવે, શરૂઆતમાં 15 જોડી ટ્રેનો એટલે કે 30 આવવા-જવા સાથે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઈ, તિરૂવંતમપુરમ, મુંબઈ સેંટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડતી નવી દિલ્હી સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનોના રૂપમાં ચલાવવામાં આવશે.