કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે રેતીનું તોફાન જોવા મળ્યું હતું. વરસાદ સાથે ભારે પવનને પગલે દિલ્હીમાં કેટલાક સ્થળે વૃક્ષો, નાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા. આ દરમિયાન દિલ્હીમાં વરસાદ પડતાં લોકોને ગરમીમાં રાહત મળી છે.
ઉત્તર પ્રદેશમાં 18 જિલ્લામાં રવિવારે સવારથી આંધી-તૂફાન અને વરસાદ તથા વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી દેશના વિવિધ ભાગમાં વરસાદની આગાહી કરી છે.