એક બાજુ લોકડાઉનથી હવે અનલોક થવા તરફ જવા માટે દેશ તૈયારી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોનાનો વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. શનિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૬૫ કોરોનાના દર્દી મોતને ભેટયાં હતાં. આ સાથે દેશમાં મોતનો કુલ આંક ૪,૯૭૧ થઈ ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૭,૯૬૪ પોઝિટિવ કેસ સામે આવતાં કોવિડ-૧૯ના કુલ દર્દીની સંખ્યા ૧,૭૩,૭૬૩ ઉપર પહોંચી હતી. સતત બીજા દિવસે ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણના ૭,૦૦૦થી વધુ કેસ નોંધાયાં છે.