દુનિયાના 180 કરતાં વધુ દેશોની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર શનિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના એક દિવસના સૌથી વધુ ૬,૬૫૪ નવા પોઝિટિવ કેસ સામે આવતાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા સવા લાખને પાર કરીને ૧,૨૫,૧૦૧ ઉપર પહોંચી ગઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩૭ કોરોના દર્દીનાં મોત થતાં કુલ મોતનો આંકડો ૩૭૨૦ થયો હતો. દેશમાં પહેલીવાર ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ કેસમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ૫૧,૭૮૪ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાતાં રિકવરી રેટ ૪૧.૩૯ ટકા પર પહોંચી ગયો છે.