દેશમાં સાવચેતીનાં તમામ પગલાં છતાં કોરોનાએ માઝા મૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશનાં વિક્રમજનક ૬,૯૭૭ કેસ સામે આવતા જ ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ ૨૪ કલાકમાં દેશમાં ૧૫૪ લોકો કોરોનાનાં કાળચક્રમાં હોમાઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે ૮ વાગે જારી કરેલા છેલ્લા ૨૪ કલાકનાં આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૩૮,૮૪૫ થઈ છે. કુલ ૪,૦૨૧ કોરોનાનાં ખપ્પરમાં હોમાયા છે. રાહતની વાત એ છે કે યોગ્ય સારવારને કારણે ૫૭,૭૨૧ લોકો સાજા થયા છે. પરિણામે રિકવરી રેટ વધીને ૪૧.૫૭ ટકા થયો છે. દેશમાં કોરોનાનાં ૭૭,૧૦૩ કેસ એક્ટિવ છે. દેશમાં કોરોનાનાં કેસે સતત ૪થા દિવસે ઉત્તરોત્તર ૫,૦૦૦થી વધુનો આંક વટાવ્યો હતો.