દેશમાં સોમવાર સવારના ૮થી મંગળવાર સવારના ૮ કલાક સુધીના ૨૪ કલાકમાં કોરોનાના ૮૭ દર્દીનાં મોત થતાં કુલ મોતનો આંકડો ૨,૨૯૩ પર પહોંચી ગયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના વધુ ૩,૬૦૪ પોઝિટિવ કેસ સામે આવતાં દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૭૦,૭૫૬ પર પહોંચી હતી. તેમાંથી ૪૬,૦૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૨૨,૪૫૪ દર્દીઓને સાજા કરાયાના દાવા સાથે હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૨૩,૪૦૧ અને ગુજરાતમાં ૮,૫૪૧ પર પહોંચી હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬ મોત નોંધાતાં કુલ મોતનો આંકડો ૮૬૮ પર પહોંચી ગયો હતો.