રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનાં હોબાળો હજુ શમ્યો નથી, ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCL, DGVCL, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. રૂપાણી સરકારે પરીક્ષા રદ્દ કરવાની સાથે-સાથે એક નવું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જેના કારણે હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફરીથી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે નહીં અથવા તેઓ પરીક્ષા માટે અયોગ્ય સાબિત થઇ જશે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે.
EWSના ક્વોટાના નિયમનો અમલ કરવા પરીક્ષા રદ!
રૂપાણી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન દ્વારા હવે 60 ટકા સાથે જેને ગ્રેજ્યુએશન પાસ કર્યું હશે, તે વિદ્યાર્થી જ આ પરીક્ષા આપી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 10 ટકા અનામત આપવામાં આવી હોવાના કારણે સરકારે આ પરીક્ષા રદ્દ કરી દીધી છે. આ પરીક્ષા રદ્દ કરવાની સાથે સરકારે નિયમોમાં પણ ફેરફાર કરી નાંખવાના કારણે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પૂર્ણવિરામ લાગી ગયું છે.