નાગરિક્તા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો યથાવત છે, ત્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ આજે બંધનું એલાન આપ્યું છે. બંધ સમર્થકોએ અનેક ઠેકાણે ટ્રેનો રોકવાની શરૂ કરી દીધી છે. અરરિયામાં RJD અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફારબિસગંજ રેલવે સ્ટેશન પર જોગબનીથી કટિહાર જઈ રહેલી એક ટ્રેનને અટકાવી છે. બંધના સમર્થકો દ્વારા હાજીપુર-મુઝ્ઝફરપુર નેશનલ હાઇવે 22ને ભગવાનપુર નજીક બંધ કરાવી દીધો. આ સિવાય નેશનલ હાઇવે પર ઘણી જગ્યાઓ ઉપર ટાયર સળગાવામાં આવ્યાં હતા.