રાજયમાં ગરમીમાં રાહત માટે લોકો આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વધારે પસંદ કરતા હોય છે. પરતું સરકાર દ્વારા થોડાક દિવસો પહેલા તમામ ઠંડા પર્દાથો પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સનાં વેચાણને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે ફૂડ સેફ્ટી કમિશનર ડો. એચ.જી. કોશીયાએ મંગળવારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને વેચાણ ન અટકાવવા માટે જણાવવામાં આવ્યું છે. 17 મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોને વેચાણ માટે મંજૂરી મળશે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છેકે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છેકે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું નથી. તેમજ ઠંડા પીણા, આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી કોરોના ફેલાતો નથી. આથી આ પ્રકારની વસ્તુઓનું યોગ્ય રીતે ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણ વગર અટકાવવામાં ન આવે.