Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભૂસ્તર-વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ઇતિહાસમાં એક નવા કાળની શોધ કરી છે. તેમણે 4200 વર્ષ પહેલા શરૂ થયેલા પૃથ્વીના આ ઇતિહાસને ભારતના મેઘાલય પ્રદેશના નામ પરથી 'મેઘાલય યુગ' નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દરમિયાન દુનિયામાં અચાનક ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને તાપમાનમાં ઘટાડો થયો હતો. તેનાથી ઘણી સંસ્કૃતિઓ ખતમ થઇ ગઇ હતી. માનવામાં આવે છે કે ધરતીનું નિર્માણ 4.6 અબજ વર્ષ પહેલા થયું હતું. અત્યારે આપણે જે કાળમાં રહીએ છીએ તેને હોલોસીન યુગ કહેવામાં આવે છે. તે 11,700 વર્ષ પહેલા શરૂ થયો હતો. ત્યારે હવામાનમાં અચાનક પેદા થયેલી ગરમીથી આપણે હિમ યુગમાંથી બહાર આવ્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હોલોસીન યુગને પણ અલગ-અલગ હિસ્સાઓમાં વહેંચી શકાય છે. તેમાં સૌથી યુવાન 'મેઘાલય યુગ' છે, જે 4200 વર્ષ પહેલાથી લઇને 1950 સુધીનો હશે. મેઘાલય યુગની શરૂઆત ભયંકર દુષ્કાળ સાથે થઇ, જેની અસર 200 વર્ષ સુધી રહી. તેણે મિસર (ઇજિપ્ત), યુનાન, સીરિયા, પેલેસ્ટાઇન, મેસોપોટેમિયા, સિંધુ ઘાટી અને યાંગત્સે નદી ઘાટીમાં ખેતી આધારિત સભ્યતાઓ પર ગંભીર રૂપે અસર કરી હોવાનું મનાય છે. શોધકર્તાઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે મેઘાલયની એક ગુફાની છત પરથી ટપકીને ફરસ પર જમા થયેલા ચૂનાને ભેગો કર્યો. તેણે ધરતીના ઇતિહાસમાં ઘટેલી સૌથી નાની જળવાયુ ઘટનાને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી. તેથી તેને 'મેઘાલયન એજ' અથવા 'મેઘાલય યુગ' નામ આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ