Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 ભારતની આર્થિક નગરી મુંબઈ મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દહીં હાંડી -  મટકી ફોડ ઉત્સવની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

 દહીં હાંડી - મટકીફોડના ઉત્સવમાં ગોવિંદા - યુવા ભકતો ઝુમી ઉઠ્યા હતા. અબીલ ગુલાલ અને પાણીની છોળોથી યુવાનોમાં આનંદનો માહોલ છવાયો હતો. ભારત રાષ્ટ્રને આમ તો તહેવારોનો દેશ કહેવામાં આવે છે. માટે તેમાં ઘણા બધા તહેવાર ઉજવાય છે. અને પ્રત્યેક તહેવાર પોતાનું આગવું મહત્વ ધરાવે છે. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમે આવતો આ તહેવાર ખાસ કરીને બે-ત્રણ દિવસ માટે ઉજવાય છે. મંદિરોને ખૂબ સરસ રીતે સજાવવામાં આવે છે. ભગવાન માટે સરસ મઝાનું પારણું તૈયાર કરવામાં આવે છે. એવું લાગે છે કે સાચે જ કોઈક તો બાળક આવવાનું  હોય!! ફૂલોના હાર, ફુગ્ગાઓ વગેરેથી સજાવવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાનના મંદિરમાં ભજનકીર્તન, આરતી, પ્રસાદ અને લોકો દ્વારા વ્રત કરીને ઉજવવામાં આવે છે. દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલે છે. જાહેર માર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળે છે. આ દિવસ મટકી ફોડ તરીકે ઉજવાતો  હોવાથી ગલીઓમાં કે શેરીઓમાં ખૂબ ઊંચે દહીં અને માખણ ભરેલી મટકી બાંધવામાં આવે છે અને યુવકો પોતપોતાના જૂથ બનાવીને તેને તોડવાની કોશિશ કરે છે. આજના આધુનિક યુગમાં દહીં અને માખણની સાથે સાથે ચોકલેટ પણ જોવા મળે છે. જન્માષ્ટમીએ યુવા ભક્તો  ઝૂમી ઉઠયા હતા. અબીલ, ગુલાલ અને પાણીની છોળોથી યુવાનોમાં આનંદનો માહોલ છવાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબઈ મહાલક્ષ્મીના ચોકમાં મટકી ફોડ ઉત્સવમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. ઢોલ નગારાના તાલે યુવાભક્તો ભક્તિમાં રંગાયા હતા. પાણીની છોળો ઉડાડી ગોવિંદાઓએ - યુવાનોએ આનંદ કિલ્લોલ સાથે મટકી ફોડી પરમોલ્લાસભેર ઉત્સવ ઉજવ્યો હતો. તેમજ રાત્રે શ્રી રામાનંદ સ્વામીની ૨૮૦ મી પ્રાગટ્ય જયંતી તથા શ્રી સત્સંગ મહાસભા ૯૯મો  સ્થાપના દિન અવસરે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબઈ મહાલક્ષ્મીના આંગણે પ્રથમ વાર મહંત શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી તથા અન્ય સંતો ભક્તોની ઉપસ્થિતિમાં મુંબઈના ગોવિંદા - યુવાનોએ મટકી ફોડ - દહીં હાંડીના ભવ્ય ઉત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ