Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી ભાષાનું જતન કરવા માટે વિવિધ સામાયિક માતૃ ભાષામાં નિયમિત પ્રકાશિત થતાં રહે છે. આ સામયિકોનો માત્ર ધ્યેય સાહિત્યની સેવા કરવાનો હોય છે જેના લીધે અનેક નવોદિત લેખકો, કવિઓએ કરેલું સર્જન સાહિત્ય રસિકો  સુધી પહોચડવા માટેનું પ્લેટ ફોર્મ પૂરું પાડે છે. ‘પદ્ય’ ત્રિમાસિક પણ જાણીતા કવિઓથી લઈને નવી પેઢીના કવિઓની કવિતા પ્રકાશિત કરીને નવો ચિલો પાડ્યો છે.

‘પદ્ય’ ત્રિમાસિકના તંત્રી રવીન્દ્ર પારેખ અને સંપાદક ધ્વનિલ પારેખની કુશળતા અને યોગ્ય પસંદગી કરીને ગુજરાતી ભાષાના કવિઓની સુંદર રચના પ્રકાશિત કરવામાં આવે છે. ‘પદ્ય’ સામાયિકને વિશેષતા અનોખી છે. જેમાં દરેક અંકમાં ગુજરાતી ભાષા સિવાયની કવિતાનો શ્રેષ્ઠ અનુવાદ કરીને વાંચકો સામે મુકવામાં આવે છે. ‘અભ્યાસ’  કોલમમાં રસાળ શૈલીમાં વિવિધતા સભર લેખનું આલેખન કરવામાં આવે છે. ‘આસ્વાદ’ કોલમમાં કોઈ એક સુંદર રચનાનો સરળ ભાષામાં આસ્વાદ કરવામાં આવે છે. ‘પદ્ય’ સામયિક નવી પેઢીના કવિઓના ઘડતર કરવામાં માટે એક નવું જ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે.

‘પદ્ય’ ત્રિમાસિકના પ્રથમ અંકમાં તંત્રી રવીન્દ્ર પારેખે લખ્યું છે કે, ‘‘ પદ્ય કેમ? સાધારણ રીતે સાહિત્યિક રીતે સામયિકોનો સ્વભાવ બંધ થવાનો હોય છે ત્યારે કવિતાનું જ હોય તેવું ત્રિમાસિક શરૂ કરવાની જરૂર ખરી? એક તરફ એક  અંક જેટલી સારી કવિતા મળવાનું મુશ્કેલ છે એની સામે  ઓનલાઇન મૂકાતી કવિતાઓની સંખ્યા ચોકાવનારી છે. કોઈની ઉઠાવીને કે જાતે જ થોડી પંક્તિઓ ઘસડી કાઢનારની  સંખ્યા તમ્મર લાવી દે તેવી છે. ઈલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં આઠદસ લીટી લખી કાઢનારાનો તોટો નથી. તેની સામે તેને વખાણનારાઓની સંખ્યા તેના કરતાં અનેક ગણી વધારે છે. આ વખાણનારાઓ પેલી લીટી લખનારાઓ કરતા વધારે અભણ છે, એ લોકો જે કવિતા જ નથી તેને  વખણીને અકવિઓને ચણાના ઝાડ પર ચડાવવાનું કામ કરી રહ્યા છે. ફેસબુક, વોટ્સએપ  જેવા પર વખાણવાનો વાવર સાચી કવિતા સુધી- કવિ કે ભાવક- કોઈ જવા જ નથી માગતું એન પ્રમાણપત્ર ફાડી આપે છે ને એ બતાવીને એકવિ ‘ લાઈકસ’ ઉઘરાવીને રાજી છે. આ વર્ગ મોટો છે. એ કાવિતાની કુસેવા જ કરી રહ્યા છે. એને કવિતાનું જ્ઞાન નથી.  છંદની જાણકારી નથી. ગઝલ, સોનેટ વચ્ચેનો તફાવત જાણતા નથી ને મોટે ભાગે દેખાદેખી કાવિતા લખાય છે, વંચાય છે ને વખણાય છે, કેટલાક તો કોઈની કવિતા ઉઠાવીને મૂળ કવિનું ઉઠમણું કરી નાખે છે.  આ બધું કોઈ રીતે સારું નથી. પણ એ ચાલે છે ને એને ચલાવનારા પણ છે. ભલે એ ચાલતું, પણ જેમને કવિતા વિશે ખરેખર કઈ જાણવું છે તેમણે ‘લાઈક્સ’થી છેડો ફાડવાનો રહે.

‘પદ્ય’ સામાયિકની ‘કાવ્યકથા’ કોલમમાં આગળ રવીન્દ્ર પારેખ લખે છે કે, ‘‘ શિક્ષક  થવું હોય તેણે બી. એડ. કરવું પડે, ડૉકટર થવું હોય તો એમ. બી. બી. એસ થવું પડે,  પુલ બાંધવા  ઈજનેરી જાણવી પડે, તો કવિતા, વાર્તા, નવલકથા, નાટક લખવા કઈ જ નહીં જાણવાનું? એવું તો  ના હોય ને! પણ ખાટલે મોટી ખોટ એ છે કે કવિતા કેમ લખાય તે શીખવનારી શાળા- કૉલેજો ભાગ્યે જ ક્યાંક હશે. કવિતા સ્વયંભૂ હોય તો પણ તેમાં કવિકર્મનો મહિમા ઓછો નથી. કવિતાનો છંદો વિશે, તેના આસ્વાદ વિશે ભણાવાય છે, પણ કવિતા કેમ લખાય તે અંગે શાળા- કૉલેજોમાં ભણાવતું નથી. કારણકે શિક્ષક કે  કારણ કે  શિક્ષક કે અધ્યાપક પોતે તે જાણતા નથી.  એવું જ સાહિત્યના અન્ય સર્જનાત્મક પ્રકારો બાબતે ય ખરું. તમામ  શાળા કોલેજમાં સરકારે સર્જનાત્મક સાહિત્ય લેખનના પિરિયડ રાખવા જોઈએ એવું અમારું માનવું છે.  એવું થશે તો માધ્યમોમાં જે  અકવિતાતો ઠલવાય છે તેમાં ઓટ આવશે.

 ગજરાતી ભાષાનું જતન કરવાના નિર્ધાર સાથે પ્રકાશિત થતું ‘પદ્ય’ ત્રિમાસિકના પ્રકાશિત થયેલા અંકમાં દરેક પાને પસંદગી પામેલ સુંદર રચના જોવા મળે છે. જેમાં દરેક કવિતામાં અનોખું લાઘવ છે.  કવિ સંજુવાળાની રચના ‘જીવે છે’ જેમાં દરેક પંક્તિ હદયને સ્પર્શ કરે છે.

અંદર ઉછરતું મરવું લઇને હવે જીવે છે
માણસ નર્યું નિતરવુ લઇને હવે જીવે છે

તરણાને બાઝી તરવું લઇને હવે જીવે છે
બસ એ રીતે અમરવું લઇને હવે જીવે છે

એ ચાર ભીંત વચ્ચે સ્થાપી નવું સિંહાસન
અનહદ સુધી પ્રસરવું લઇને હવે જીવે છે

પંખીના એક ટહુકે ઝૂમી ઉઠેલું જંગલ
આખ્ખુંયે ખિસ્સે ભરવું લઇને હવે જીવે છે

એને ખબર નથી કે, શું શોધ? શું છે ઊડવું ?
એક્ ખંતથી વિહરવું લઇને હવે જીવે છે

યાત્રા અને સફરનો નખશિખ ભોમિયો થઇ
સમજણનું ભાથું ગરવું લઇને હવે જીવે છે

પોતાના ઘરનો રસ્તો સુદ્ધા ગયો છે ભૂલી
કોઠે પડ્યું વિસરવું લઈને હવે જીવે છે

‘પદ્ય’ના  જાન્યુઆરી- માર્ચના ૨૦૧૯ના અંકમાં રમણીક સોમેશ્વરની ‘ગબી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ કવિતા:

મોઈ- દાંડિયા રમવા

મેં

ગબી ખોદી

ખોદતાં ખોદતાં

પહોંચી જવાયું

પાતાળે

પાતાળોને  

ઉલેચતાં ઉલેચતાં

ઓળખાયું આકાશ

જોયું

તો

મારી ઉછાળેલી મોઈ

આકાશની વચ્ચોવચ

પીંછાની જેમ ફરફરતી હતી

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રકારની કવિતાઓનું સર્જન થયું છે. ‘પદ્ય’ સામાયિક દ્વારા ગુજરાતી ભાષા અને અન્ય ભાષાની કવિતાનો અનુવાદ કરીને પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં દરેક  કવિતાની પસંદગી ઉત્તમ પ્રકાર હોય છે. એપ્રિલ- જૂન ૨૦૧૯ની અંકમાં પ્રકાશિત થયેલ  કવિ લાલજી કાનપરિયાની કવિતા:

અમથું અમથું જ કોઈ ઝૂરે

પછી આંસુની રંગોળી પૂરે!

પગલામાં ક્ષણ ક્ષણ ભણકાર વાગે!

લોચનમાં સૂતેલાં શમણાંઓ  જાગે

કોઈ લાગણીનાં બાંકોરા બૂરે!

અમથું અમથું જ કોઈ ઝૂરે

આણીકોરે  વલખે છે સુક્કો મેવાડ

ઓલીકોર મધુવન ઝૂમે છે ઝાડ

કોઈ વીંધાતું વાંસળીના સૂરે

અમથું અમથું જ કોઈ ઝૂરે!.

મા વિના કવિ કેવી રીતે જીવે છે તે લાગણીસભર એક લેખમાં વાત કરવામાં આવી છે...

 ‘સ્વર્ગસ્થ બા’ કાવ્યમાં કવિ મધુકર ઉપાધ્યાય  કવિ માને પૂછે છે.

“ બધા કહે છે તારામાં જરાય સ્વાર્થ ન હતો

 તો પછી

મારું સ્વર્ગ છીનવીને  

તું કેમ સ્વર્ગસ્થ થઇ ગઈ?”

જયારે ‘બા’ માં રવીન્દ્ર પારેખ પૂછે છે,

“તું તો ઘરમાં અજવાળું કરીને

હાર પહેરાવેલી ભીંત વચ્ચે ગોઠવાઈ ગઈ’

બન્નેમાં માનું સ્મરણ છે. માની ગેરહાજરીમાં મા વિના જીવતા દીકરાની વેદના છે તો ચન્દ્રકાંત ટોપીવાળા ‘ માને’ કાવ્ય પૂછે છે:

“ ચારે બાજુથી સુરક્ષિત તારા કિલ્લામાં

ને એક’ દિ

તારો એ કિલ્લો જ રાતોરાત જમીનદોસ્ત

મા! હું એકલો મારામાં હવે કેટલી સ્વલ્પ બચ્યો છું”

મા જતાંની સાથે કવિનું વિશ્વ પણ જમીનદોસ્ત થઇ ગયુંને કવિ પોતે જ નામશેષ  બચ્યો છે એવું રવીન્દ્ર પારેખ કહે છે-

“તને જીવવા દીધી મારામાં

હવે તો હું પોતે ગુજરી જવા જેવો થયો છું

તું મને થોડું મારું જીવવા દઈશ”

 મા વિના જીવવા મથતો કવિ માને જ સવાલ પૂછે. મનમાં જ સંવાદ ચાલે છે. એનું પોતાનું અસ્તિત્વ નામશેષ થવાની તૈયારીમાં છે. કવિ પોતે જ જીવનના ઉત્તરાર્ધમાં છે. વેદનાની ટીશ લઈને આવતું શબ્દોની ઝાકમઝાળ વિનાનું અછંદાસ કાવ્ય વર્તમાન અને ભૂતકાળની સાથે માત્ર બે જ જણા બા અને દીકરાનાં, બા સાથેના અને બા વિનાના, કવિના વિશ્વને અત્યંત ભાવવાહી રીતે વ્યક્ત કરે છે. સાદી અને સરળ ભાષામાં લખાયેલું આ કાવ્ય કોઈ છંદ કે અલંકારની ભરમાર વિનાનું આધુનિક તો છે જ, તે સાથે મા દીકારા ના સર્વકાલીન સંબંધની ભીનાશનો સ્પર્શ છે. બા વિનાના જીવનમાં નહીં ગોઠવાઈ શકતા કવિનો બા માટે  ઝુરાપો ચિત્કાર બનીને ભાવકના મનમાં પણ ઊઠે છે અજંપ બનાવી દે છે.

 ‘પદ્ય’ ત્રિમાસિકમાં વિવિધ રચનાઓ સરળ ભાષામાં તેનો રસાસ્વાદ કરવામાંઆવ્યો છે. ‘બા’- એક ઝુરાપો- એક ચિત્કાર લેખમાં સ્વાતિ મહેતાએ વીન્દ્ર પારેખની કવિતાનો રસાસ્વાદ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ