Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવરાત્રીના પર્વની ઉજવણી સમાજ અને સોસાયટીને કંઇક સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વેસ ખાતે આવેલ એસ.એમ. એરોબિક્સ દ્વારા ટ્રાફિકના અવરનેસને લઈ લોકોમાં જાગૃત્તા આવે તે માટે હેલ્મેટ પહેરી ખેલૈયાઓ પાસે ગરબા રમાવ્યા હતાં.

સુરત શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર નાની-મોટી ગરબી મંડળના સંચાલકો દ્વારા નવરાત્રીના તહેવારોમાં પ્રાચીન, અર્વાચીન અને પરંપરાગત ગરબાઓના માધ્યમથી માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. નવરાત્રીના પર્વની અનોખી ઉજવણી કરી સમાજ અને સોસાયટીને અનોખો સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે.

સુરતમાં પણ ટ્રાફિકનાં નવા નિયમો અંગે અવેરનેશ લાવવા અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો લાગુ કરાયા છે. જો કે હાલ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવા માટે એક મહિનાનો સમય અપાયો છે. ત્યારે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગેની સમજ આવે તે માટે વેસુના એસ.એમ. એરોબિક્સ ગરબા દ્વારા અનોખું આયોજન કરાયું હતું. જેમાં લોકો હેલ્મેટ પહેરવા માટે જાગૃત્તા લાવવા ખેલૈયાઓને હેલ્મેટ પહેરાવી ગરબા રમાવ્યા હતાં. જેમાં આઠ વર્ષથી લઈ ૩૫ વર્ષના ૪૦૦થી ૫૦૦ જેટલા ખેલૈયાઓ જોડાયા હતાં. તો જજ તરીકે મીસીસ ઈન્ડિયા વર્લડ ૨૦૧૮ કવિતા પરમાર અને મીસીસ ઈન્ડિયા લેગેસી ૨૦૧૮ અંજલિ જિનવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

દેશભરમાં વધતા અકસ્માતોના લીધે કેટલાય પરિવારો પોતાના સ્નેહીજનોને ગુમાવી બેસે છે. જેમાં ખાસકરીને ટુ વ્હીલ વાહન ચાલકો ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટ પહેરાનું ટાળે છે. જેના લીધે અકસ્માત દરમિયાન જીવ ગુમાવવાનો વારો આવે છે. દેશભરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પરિવહન મંત્રાલય દ્વારા વિવિધ માધ્યમો અને જાહેરાતો દ્વારા વાહન ચાલકોને ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે એસ.એમ. એરોબિક્સ ખાતે લોકોમાં જાગૃતિ આવે એને લઈને ખેલૈયાઓએ દ્વારા હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા લોકો ને હેલ્મેટ પહેરવાનો સદેશ આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ