ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઈવે પર બુધવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે 8 પ્રવાસી મજૂરોને એક રોડવેઝની બસે ટક્કર મારતા 6 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થતા તેમને મેરઠની મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પ્રવાસી મજૂરો પંજાબથી પગપાળા બિહાર પરત ફરી રહ્યાં હતા. કોરોના વાયરસના કારણે દેશમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મુસીબતોનો સામનો કરી રહેલા લાખો મજૂરો પોતાના ઘરે પગપાળા જવા મજબૂર બન્યા છે.