મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાઇરસ કોવિડ-૧૯ને કારણે સજાર્યેલી લોકડાઉનની સ્થિતિમાંથી ઝડપભેર જનજીવન પૂર્વવત્ થાય અને નાના કારીગરો, નાના વેપારીઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને ફ્રી વ્યવસાય રોજગારીમાં બેઠા કરવાની બહૂહેતુક એવી ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં ૧૦ લાખથી વધુ એવા નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાળંદ, ઇલેક્ટ્રિશિયન, કરિયાણાની નાની દુકાન વગેરેનો સમાવેશ થાય છે તેવા વર્ગોને આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ. ૧ લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટીવ બેન્કો, જિલ્લા હકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા માત્ર ર ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે.