કોરોનાનું સંકટ અને લોકડાઉન વચ્ચે સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરીને દેશની અર્થવ્યવસ્થા પાટા પર લાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. જોકે સરકારે જાહેર કરેલા પેકેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો લિંક મારફતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે, જાહેર કરવામાં આવેલા પેકેજ પર વડાપધાન ફરી એક વખત વિચાર કરે. સરકાર લોકોને પેકેજ નહી પરંતુ રોકડ આપે. સરકાર શાહુકારનું કામ ન કરે. આજે દેશ અને દેશવાસીઓન સંકટમાં છે અને વડાપ્રધાન વિદેશ નહી દેશાવાસીઓને સામે જોઈને નિર્ણય કરવા જોઈએ.
દેશમાં આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે. ખૂબ જ નુકસાન થવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ આ પેકેજ અંગે વિચાર કરે. તેમણે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર અંગે વિચાર કરવો જોઈએ. મનરેગા હેઠળ 200 દિવસની રોજગારી આપવામાં આવે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે રેટિંગ્સને લીધે સરકાર પૈસા આપતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોષિય ખાધ વધે છે તો વિદેશી એજન્સીઓ ભારતનું રેટિંગ્સ ઓછું કરી દે છે.