એક તરફ ગુજરાત સરકાર કોરોના વાયરસના સામે લડી રહી છે તો બીજી તરફ ભાજપના અમુક નેતાના નિવેદનના કારણે રાજ્યમાં રાજકિય અસ્થિરતા ઉભી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. એક દિવસ પહેલા જ એવા મેસેજ વાયરલ થયા હતા કે મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા CM બને છે. ત્યારે સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાય ગયું હતું. પરંતુ આખરે મનસુખ માંડવિયાએ પોતે ટ્વીટ કરી આ વાત પર ઠંડુ પાણી રેડી દીધુ હતું અને મામલો શાંત પાડ્યો હતો. જો કે હવે ફરી ભાજપના એક દિગ્ગજ નેતાના ટ્વિટથી મામલો વધુ ગરમાયો છે. સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું છે કે જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના CM બને તો રાજ્યમાં કોરોના મહામારી રોકી શકાય. હાલની આ પરિસ્થિતિમાં સુબ્રમણ્યમ સ્વામીનું આ ટ્વીટ બળતામાં ઘી હોમવા બરાબર છે.