જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ 27 વર્ષીય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્રણ દાયકા (35 વર્ષ) જૂના કેસમાં સુરક્ષા એજન્સીએ આજે શ્રીનગરમાં આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. 1990માં કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની નિર્મમ હત્યા સંબંધિત આ દરોડા હાથ ધરાયા હતાં. ભટ્ટ પર સામૂહિક દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યાના કેસમાં 35 વર્ષ બાદ પણ હજુ તપાસ ચાલી રહી છે.