રાજ્યના કાયદા પ્રધાન અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત હાઇકોર્ટે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપ મુકી ધોળકા બેઠકની ચૂંટણીને રદ કરી નાખી હતી. તે બાદ ભૂપેન્દ્રસિંહ ચુડસમાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર આવતાની સાથે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ 'સત્યમેવ જયતે' લખી ટ્વીટ કર્યું હતું.
શું છે મામલો
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી તેવું પણ તે સમયે ચર્ચામાં હતું.