જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલા ઈન્ટરનેટના પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટે આજે (શુક્રવારે) મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવો આદેશ આપ્યો હતો કે જમ્મુ કશ્મીરમાં જીવનજરૂરી હોય એવી સેવા માટે તત્કાળ ઇન્ટરનેટ શરૂ કરો. જણાવી દઈએ કે ગયા વર્ષે 5 ઓગસ્ટના દિવસે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરાઇ ત્યારબાદ કેન્દ્રે જમ્મુ કશ્મીરમાં લાદેલા પ્રતિબંધોને પડકારતી અરજીની સુનાવણી આજે સવારે થઇ હતી. સુપ્રીમ કોર્ટેની બેન્ચે જમ્મુ કાશ્મીરના તંત્ર દ્વારા જે પ્રતિબંધો લદાયા છે તેની એક સપ્તાહમાં સમીક્ષા કરવા આદેશ કર્યો છે.