ભારતીય સૈન્ય માટે પાકિસ્તાનની પશ્ચિમી સરહદે આતંકીઓની ઘૂસણખોરી માથાનો દુઃખાવો છે અને તેને રોકવા માટે સૈન્યે સતત એલર્ટ પર રહેવું પડે છે. જોકે, હવે સૈન્ય ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર સર્વેક્ષણની તેની ક્ષમતા વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નિરીક્ષણ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. વધુમાં પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે લાંબા સમયથી ઘર્ષણ વધવાના પગલે ભારતે હવે એલએસી નજીક ૫૦૦થી ૬૦૦ ઘોસ્ટ ગામોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવા અને લોકોને વસાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દેશમાં ૫-જી નેટવર્ક શરૂ થઈ રહ્યું છે ત્યારે સૈન્યે પણ સરહદે ૫-જી નેટવર્ક સ્થાપવા તૈયારી કરી છે.