Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણની રાજધાની પણ છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આ પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે શુક્રવારે દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ વડે આ માહિતિ આપી છે. આ નવી પોલિસીને પ્રગતિશીલ ગણાવીને કેજરીવાલે દાવો કર્યો છે કે આ પોલીસીને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સિવાય આગામી પાંચ વર્ષમાં લગભગ પાંચ લાખ ઇલેક્ટ્રિક ગાડીઓના રજીસ્ટ્રેશનની આશા તેમણે દર્શાવી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે આજે ઇલ્ક્ટ્રિક વાહન પોલિસી લોન્ચ કરી છે. આ નીતિના અમલથી મારો ઉદ્દેશ દિલ્હીની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો, રોજગાર ઉભા કરવાનો અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરવાનો છે. આ ઇલેક્ટ્રિક વાહન પોલિસી દેશની સૌથી પ્રગતિશીલ પોલિસી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ