કેન્દ્ર સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦૨ લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્યાંક હાંસલ કરવા આ તમામ પ્રોજેક્ટ મહત્ત્વના પુરવાર થશે તેમ કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. સરકાર આર્થિક વિકાસના લક્ષ્યાંકો પૂર્ણ કરવા ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના વિકાસને ભાર આપી રહી છે. રૂ. ૧૦૨ લાખ કરોડના પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાશે, જ્યારે રૂ. ૩ લાખ કરોડના પ્રોજેક્ટ રાજ્ય સરકારો હાથ ધરશે.