અમદાવાદ મ્યુનિ. દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આવતીકાલ તા. 25મીથી શરૂ થતાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ CM વિજય રૂપાણીના હસ્તે સાંજના 7.30 વાગ્યે થશે. દરમિયાન શહેરમાં થઇ ગયેલા અને થનારા રૂ. 1050 કરોડના વિકાસ કામોનાં લોકાર્પણનો અને ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ ઉદ્ઘાટન સમારોહ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ઉપરાંત દર વર્ષની જેમ રોજેરોજ ભાતીગળ સાંસ્કૃતિક મનોરંજનના કાર્યક્રમો યોજાશે.