આજે શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી સાથે ભારતીય શેર બજારોએ પ્રથમ વખત ઐતિહાસિક ચાર ટ્રીલિયન ડોલર માર્કેટ કેપિટલાઈઝેશનનો માઈલસ્ટોન પાર કર્યો છે. અત્યારે વિશ્વમાં ચાર ટ્રીલિયન ડોલરથી વધુ એટલે કે રૂ.૩૩૩.૨૯ લાખ કરોડ માર્કેટ કેપ.ના કલબમાં માત્ર ત્રણ દેશો છે. બીએસએઇ સેન્સેકસ ૭૨૭.૭૧ પોઇન્ટ વધીને ૬૬૯૦૧.૯૧ની સપાટીએ જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦૬.૯૦ પોઇન્ટ વધીને ૨૦,૦૯૬.૬૦ની સપાટીએ બંધ રહી હતી.