વડોદરામાં અસામાજીક તત્વોએ ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો છે. રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડી ખંડિત કરવામાં આવી છે. રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડલની મૂર્તિને ખંડિત કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગણેશ મંડળના લોકોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.