ડુંગળી, શાકભાજી અને ખાધ સામગ્રીના ભાવમાં થયેલા વધારાના કારણે દેશમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવાના દરમાં વધારો થયો હતો અને નવેમ્બર મહિનામાં એ ઊછળીને ૦.૫૮ ટકા થયો હતો. નવેમ્બરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. ઓક્ટોબરમાં આ દર ૦.૧૬ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં એ ૦.૩૩ ટકા અને ઓગસ્ટમાં ૧.૧૭ ટકા રહ્યો હતો. આમ ગત ત્રણ મહિનામાં એમાં પહેલી વાર વધારો થયો છે. માસિક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર ૨૦૧૮ના નવેમ્બરમાં ૪.૪૭ ટકા હતો.