સંસદમાંથી પાસ થયા બાદ નાગરિકતા સુધારા ખરડા પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની સહી પણ થઇ ચૂકી છે અને હવે તે કાયદો બની ગયો છે પરંતુ પહેલેથી આ ખરડાનો વિરોધ કરી રહેલા પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળે સત્તાવાર જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિએ ભલે આ ખરડા પર સહી કરીને એને કાયદાનું સ્વરૂપ આપ્યું હોય, અમે આ કાયદાનો અમલ કરવાના નથી.