દેશની ખસ્તાહાલ આરોગ્ય સેવાઓના પગલે હોસ્પિટલોમાં સારવારના અભાવે બાળકોનાં મોત આપણા દેશની કમનસીબી છે પરંતુ તેનાથી પણ મોટી કમનસીબી બાળકોનાં મોત પર થતી રાજનીતિ છે. રાજસ્થાનના કોટા શહેરમાં આવેલી જે કે લોન હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ૧૦૪ બાળકોનાં મોત થયાં છે. બુધવારે રાત્રે બે બાળકનાં મોત થયાં હતાં. છેલ્લા ૭૨ કલાકમાં હોસ્પિટલ ખાતે ૧૧ બાળક મૃત્યુ પામ્યાં હતાં. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુરેશ દુલારાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૯માં ઓછામાં ઓછા ૧૦૦ બાળકનાં મોત થયાં છે.