તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ દેશભરમાં હોબાળો મચ્યો છે. રિપોર્ટ મુજબ પ્રસાદ માટે બનાવમાં આવેલા લાડુના ઘીનાં ટેસ્ટિંગમાં માછલીનું તેલ, ગૌમાસની ચરબી હોવાની પુષ્ટી થઈ છે. આ વિવાદ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ પ્રસાદનું પરીક્ષણ ગુજરાતના આણંદમાં આવેલી NDDB CALF લેબ ખાતે કરવામાં આવ્યું હતું.