ગુરુવારે વર્ષ ૨૦૧૯નું અંતિમ સૂર્યગ્રહણ થશે. ખગોળશાસ્ત્રીઓ, વિજ્ઞા।નીઓ અને સંશોધકો આ ઐતિહાસિક ઘટનાને કેમેરા કંડારવા અને અભ્યાસ કરવા સજ્જ થઈ ગયા છે. એશિયાના મોટાભાગના દેશોમાંથી આ ગ્રહણ જોઈ શકાશે. તે ઉપરાંત પૂર્વ આફ્રિકા અને ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, ઓમાન જેવાં ક્ષેત્રોમાં ગ્રહણ જોઈ શકાશે.
મોટાભાગનાં સ્થળોએ ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે જ્યારે દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં કુલ ૨.૫૨ મિનિટનો ગ્રહણકાળ રહેશે. ૧૨ કલાક પહેલાં બુધવારે રાત્રે ૮ કલાકથી સૂતક લાગુ થઈ ગયું હતું જેના પગલે તમામ મંદિરો અને દેવસ્થાનો બંધ કરી દેવાયાં હતાં. ગુરુવારે સવારે ૮:૦૪ કલાકે ગ્રહણ શરૂ થશે અને ૯:૩૦ કલાકે મધ્યકાળ આવશે અને ૧૦:૫૬ કલાકે મોક્ષ થશે.