Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું હતું અને ત્યારબાદ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પાકિસ્તાન તેમજ આતંકવાદ મુદ્દે થયેલી ચર્ચા અંગેના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું- મેં વડાપ્રધાન મોદી સાથે આતંકવાદ મુદ્દે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરી છે. પાકિસ્તાન સાથે પણ મારા સારા સંબંધ છે. અમે તેની ચર્ચા કરી. મારાથી જે થઇ શકશે તે હું કરવા માટે તૈયાર છું. વડાપ્રધાન મોદી ખૂબ શાંત અને ધાર્મિક છે પણ તેઓ એકદમ ટફ છે. તેઓ આ મુદ્દો પોતાની રીતે જોઇ લેશે.

CAA અને દિલ્હીમાં થયેલી હિંસા અંગેના પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું- જ્યાં સુધી ધાર્મિક સ્વતંત્રતાની વાત છે, તો વડાપ્રધાન મોદીએ હંમેશા તેના માટે કામ કર્યું છે. દિલ્હીની જે એક ઘટના થઇ તેના વિશે કોઇ વાત નથી થઇ, તે ભારતનો આંતરિક મુદ્દો છે. તે ભારતે જોવાનું છે. CAA વિશે તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું કે તેઓ CAA નો મુદ્દો ભારત પર છોડે છે, તેના વિશે અહીં કોઇ ચર્ચા કરવા માંગતા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ