Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકારને કથિત રીતે ઉથલાવવાના પ્રયાસના મામલે ભાજપના નેતાઓના નામો સામે આવ્યા છે. રાજસ્થાન પોલીસે આ કેસમાં ભાજપના બે નેતાઓની મોડી રાતે ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ રાજસ્થાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ભાજપના બે નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તેમજ મુખ્ય દંડક મહેશ જોષીને આ મામલે નિવેદન નોંધવા પોલીસે નોટીસ પાઠવી હતી. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગ કેસમાં ભાજપના બે નેતાઓના નામ સામે આવ્યા છે તે ભરત માલાની અને અશોક સિંહ છે. SOGએ તેમને ઉદયપુરના બ્યાવરમાંથી પકડી લીધા હતા. રાજસ્થાન SOGના મતે માલાનીના કોલ રેકોર્ડિંગથી આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે કે તેઓ ધારાસભ્યોને ખરીદવા પ્રયાસ કરી રહ્યા હતા.

શુક્રવારે પોલીસે રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કરી ગહેલોત સરકારને ઉથલાવવાના કાવતરાં બદલ FIR નોંધી હતી. હાલમાં માલાનીની ઉદયપુરમાં પૂછપરછ કરાઈ રહી છે. SOGને કેટલાક ફોન નંબરોના રેકોર્ડિંગ મળ્યા હતા જેને તપાસતા માલુમ પડ્યું હતું કે રાજ્યમાં ગહેલોત સરકારને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ