પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં બે અધિકારી આબિદ હુસૈન અને તાહિર હુસૈન જાસૂસી કરતા પકડાયા છે. બન્ને અધિકારીઓ જાસૂસી કરતા મળી આવ્યા છે. ભારતે બન્નેને પર્સોના-નૉન ગ્રેટા જાહેર કર્યા છે. બન્નેને આવતીકાલે ભારત છોડવું પડશે. રંગે હાથ ઝડપાયા ગયેલા આબિદ હુસૈન અને તાહિર હુસૈન હાઈ કમિશનના વીઝા સેક્શનમાં કામ કરે છે. બન્નેને 48 કલાકમાં ભારત છોડવા આદેશ અપાયા છે ત્યારે જાણો શા માટે તેમના પર કાર્યવાહી ના થઇ શકે.
પાકિસ્તાનના ચાર્જ ડે અફેયર સમક્ષ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા વિરૂદ્ધ પાકિસ્તાનના હાઈ કમિશનના આ અધિકારીઓની ગતિવિધિઓના સંબંધમાં વિરોધ દાખલ કરાયો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશનના બે અધિકારીઓ ભારતીય કાયદા અમલીકરણ ઓથોરિટીના અધિકારીઓની જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બન્ને અધિકારીઓ ત્યારે પકડાયા જ્યારે તેઓ એક ભારતીય નાગરિક પાસેથી ભારતીય સુરક્ષા સ્થાપનાથી દસ્તાવેજ લઇ રહ્યા હતા. આબિદ અને તાહિરે દસ્તાવેજના બદલે પૈસા અને આઈફોન આપ્યો હતો.
ભારતે ઘોર નિંદા કરી
આ બાબતે પાકિસ્તાનના ઉપ રાજદૂતને એક વાંધાપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એ નક્કી કરવા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું રાજનૈતિક મિશનના કોઈ પણ સભ્ય ભારત વિરોધી
ગતિવિધિઓમાં સંકળાયેલા ન હોય અને પોતાની સ્થિતિથી અસંગત વ્યવહાર ન કરે.
બંને અધિકારીઓ પોતાને ભારતીય ગણાવતા હતા
પાકિસ્તાની ઉચ્ચાયોગમાં કામ કરનારા આબિદની પાસેથી દિલ્હીના ગીતા કૉલોનીના નાસિર ગૌતમ નામનું આધાર કાર્ડ મળ્યું છે. બન્ને અધિકારીઓ પોતાને ભારતીય ગણાવતા હતા. આબિદ અને તાહિર આર્મી પર્સનને ટારગેટ કરતા હતા અને ખુદને ભારતીય ગણાવતા હતા. જેને લઇને ISI ચોક્કસપણે લિસ્ટ આપતી હતી કે કોને કોને ટારગેટ કરવાના છે.
કેસ ન ચલાવવાનું કારણ આ છે
પાકિસ્તાન હાઈ કમિશનના આ બન્ને અધિકારીઓ પર ભઆરતમાં એટલા માટે કેસ ન ચલાવી શકાય કારણ કે આ લોકો ડિપ્લોમેટ એટલે કે રાજદ્વારી છે. ડિપ્લોમેટિક ઇમ્યુનિટી હેઠળ કોઈ પણ રાજદ્વારા પર બીજા દેશમાં કેસ ન ચલાવી શકાય. આ એક આંતરરાષ્ટ્રીય કાયદો છે, જે રાજદ્વારીઓ બીજા દેશમાં સુરક્ષા આપે છે.