મહારાષ્ટ્રમાં 21મી મેના રોજ યોજાનારી રાજ્ય વિધાન પરિષદની 9 બેઠકો માટેની ચૂંટણી માટે આજે (સોમવારે) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત સત્તા પક્ષના પાંચ અને વિપક્ષી દળ ભાજપના ચાર ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવશે તેવું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસે પોતાના બે ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કર્યું હતું, પરંતુ રાજકીય ગતિવિધિઓના કારણે હવે ફક્ત એક જ ઉમેદવાર ઉભો રહેશે તેવું જાણવા મળ્યું છે.