કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વેપારધંધા અને ઉદ્યોગો બંધ છે. ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ગયું છે. ઉત્પાદનની ગતિવિધિ ઠપ થવાને કારણે કરોડો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ જાહેર કરેલા બેકારીના આંકડા ઇકોનોમીનું ખરાબમાં ખરાબ ચિત્ર રજૂ કરે છે. ભારતમાં બેકારીનો દર ૩મેના રોજ ૨૭.૧ ટકાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. દેશમાં ૧૧.૪ કરોડથી ૧૨ કરોડ લોકો બેકાર થયા છે. શહેરોમાં બેકારીનો દર ૨૮ ટકા અને ગામડાઓમાં ૨૨.૩ ટકા લોકો બેકાર છે.