વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમની સુરક્ષામાં ભારે છીંડા હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદી જંગમવાડી મઠથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં રવિદાસ ગેટ પાસે સમાજવાદી પાર્ટીના એક કાર્યકરે તેમની કાર સામે કાળું જેકેટ દર્શાવવા પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. આરોપીની ઓળખ અજય યાદવ તરીકે થઈ છે જે સપાના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સતીશ ફૌજીનો પુત્ર છે.