ઉત્તરાખંડમાં બદરીનાથ ધામમાં કપાટ એક લાંબા અવકાશ બાદ આજે (શુક્રવારે) ખોલવામાં આવ્યા છે. આ અગાઉ બદરીનાથ મંદિરને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. લોકડાઉનના કારણે મંદિરમાં કોઈ ભક્તો જોવા મળ્યા નહોતા. માત્ર જૂજ લોકોની હાજરીમાં જ કપાટ ખોલાવામાં આવ્યા હતા. સમગ્ર વિધિવિધાન સાથે શુક્રવારે 4.30 કલાકે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુરુ શંકરાચાર્યની ગાદી, ઉદ્વવજી, કુબેરજીની પૂજા પણ કરવામાં આવી. કપાટ ખોલ્યા બાદ લક્ષ્મી માતાને પરિસરમાં સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં. ભગવાન બદ્રીનાથનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો.
પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી
ભગવાન બદ્રીવિશાલની પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી. પૂજામાં દેશના કલ્યાણ આરોગ્યતા માટે પ્રાર્થના કરવામાં આવી. ઓનલાઇન બુક થયેલી પૂજાઓ ભક્તોના નામે કરવામાં આવી. પ્રદેશના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, ટૂરિઝમ મંત્રી સતપાલ મહારાજે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા તેના માટે શુભકામનાઓ પાઠવી હતી.