Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વેળાવદર( તખુભાઈ સાંડસુર દ્વારા)

જામનગરના ખંભાળિયારોડ પર  વિશાળ મેદાનમાં વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપુની રામકથાનુ આજે શનિવારે મંગલાચરણ થયું. અતુલ ઓટો પ્રાઇવેટ લિમિટેડ ના શ્રી જયંતિભાઈ ચાન્દ્રા પરિવારના યજમાન પદે યોજાયેલી આ કથા વરસાદથી રક્ષિત રહે એવા વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. કથા મંડપ ને ભોજનાલય સહિત તમામ વ્યવસ્થા વોટર પ્રુફ છે. એટલું જ નહીં સમગ્ર જામનગર નગરમાં દેશ-વિદેશમાંથી પધારેલા રામ ભક્તોની સરભરા કરવા નગરવાસીઓએ પોતાના ઘરના કમાડ ખુલ્લાં મુક્યાં છે.

આજથી પ્રારંભ થયેલી રામકથાનુ નામાભિધાન પૂજ્ય બાપુએ "માનસ -ક્ષમા "કર્યું. ક્ષમા ના સંદર્ભે રામચરિતમાનસ ને જોડીને બાપુએ જણાવ્યું એ માનસ માં 32 વખત ક્ષમાનો ઉલ્લેખ છે. ક્ષમા બેફામ થતાં રોકે છે.માતૃશક્તિ અને શાસ્ત્ર કોઈને વશ થતાં નથી.સમજદાર શાસ્ત્રને વશ થવું જોઈએ .જેની પાસે ક્ષમા છે એ બત્રીસ લક્ષણો , તેનું બલિદાન અપાતું . અરણ્ય કાંડમાં સાધુના લક્ષણો વર્ણવે છે" શ્રદ્ધા ,ક્ષમા ,મૈત્રી, મમતા  મમ પદ પ્રિત" રામ ધર્મરથનું નિરૂપણ શું કરે છે. બાપુએ  વધુમાંકહ્યું માનસ સંવાદનો ગ્રંથ છે તેથી હું સંવાદની માનસિકતા લઈને જીવવાનો પ્રયાસ કરું છું. બુદ્ધ પુરુષના દર્શન દુર્લભ હોય છે .કથામાં ઉપસ્થિત ચારણ કવિ તખતદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની દીકરી માતાજીનો અખંડ દીવો કરતી હતી.પણ તખતદાનજીએ કહ્યું અખંડ દીવાની જરૂર નથી જો આપણે આપણી માતૃશક્તિનું દીલ ન દુભાવીએ. માતૃ શક્તિ નો મહિમા કરવા આ ઉદાહરણ ખૂબ પ્રેરક બની રહ્યું.

 આજની કથામાં યજમાન શ્રીજયંતીભાઇ ચાંદ્રા નો પરિવાર ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદશ્રી પૂનમબેન માડમ, માજી ધારાસભ્ય શ્રી પબુભા માણેક અને હાસ્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ