પ્રીવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની સ્પેશિયલ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (SBI) અને અન્ય બેંકોને વિજય માલ્યાની જપ્ત કરાયેલી સંપત્તિઓને વેચીને દેવું વસૂલવાની પરવાનગી આપી દીધી છે. EDએ પણ અગાઉ કહ્યું હતું કે તેમને આ પ્રકારની વસૂલાતથી કોઈ વાંધો નથી. જોકે કોર્ટે આ મામલામાં સબંધિત પક્ષોને 18 જાન્યુઆરી સુધી બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે સમય આપ્યો છે.