વિશાખાપટ્ટનમમાં ગૅસ લીકની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ગઈકાલે ઘટના બની હતી તે જ વિસ્તારમાં અન્ય કંપનીમાં સ્ટાઈરીન ગૅસ લીકની ઘટના બની હતી. જેના કારણે આસપાસના ગામના લોકોની તબિયત બગડી છે. કંપનીની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશ પોલીસે હેલ્પલાઈન નંબર અને ગાઈડલાઈન જાહેર કરી છે.
મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી છે. સાથે 2 ફોમ ટેંડર્સની ગાડીઓ પણ છે. કોઈ પણ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર છે.
ઘટના વિશાખાપટ્ટનમના ગોપાલપટ્ટનમમાં બની છે. આ અગાઉ ગઈકાલે પણ અહીં સ્ટાઈરીન ગેસ લીકની ઘટના બની હતી અને 11 લોકોના મોત થયા હતા. રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ગેસ વાલ્વમાં તકલીફના કારણે ઘટના બની હતી.