દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાામાં આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે નોટિફિકેશન જાહેર થતા જ દિલ્હીમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જણાવી દઈએ કે 2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. ભાજપે ત્રણ સીટ જીતી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી.