પૂર્વ વડા પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા દિવંગત અટલ બિહારી વાજપેયીની ૯૫મી જન્મજયંતીએ પીએમ મોદીએ લખનઉનાં લોકભવન પરિસરમાં અટલજીની ૨૫ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું કે અટલજી એવું કહેતા કે જીવનને ટુકડાઓમાં જોવું જોઈએ નહીં. આ અગાઉ દિલ્હીમાં તેમણે અટલ ભૂજળ યોજના શરૂ કરી હતી. લખનઉમાં જ અટલજી મેડિકલ યુનિવર્સિટીની આધારશિલા મૂકતા પીએમ મોદીએ કહ્યું કે કલમ ૩૭૦ની નાબૂદી એ દાયકાઓ જૂની સમસ્યાઓ અમને વારસામાં મળી હતી, અમે તેને ઉકેલી રહ્યા છીએ. અમે કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાનું હિંમતભર્યું પગલું લીધું હતું. રામમંદિર વિવાદનો પણ શાંતિથી ઉકેલ લાવ્યા છીએ.