જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3 ટકા મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. જેના ભાગરૂપે આજે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. જેમાં તેઓએ પક્ષના ઉમેદવારો માટે મતદાનની માગ કરતાં નિવેદન આપ્યું હતું કે, પ્રથમ વખત ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાઈ છે.