Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં છારા અને મધ્યપ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સાંસી કે સાંસીયા તરીકે ઓળખાતી આ જાતિ અંગેનો ટૂંકો ઇતિહાસ જે તે વખતે ઉચ્ચ અંગ્રેજ અમલદારો ખાસ કરીને જેલ સાથે જોડાયેલા અમલદારો જેલમાં બંધ સાંસી લોકો પાસેથી માહિતી મેળવીને લેખો તૈયાર કરતા. પરંતુ 1960માં પંજાબમાં શેરસિંગ-શેર તરીકે જાણીતા એક સ્કોલરે પીએચડીના થીસીસ તરીકે ધી સાંસીસ ઓફ પંજાબ નામનું પુસ્તક અંગ્રેજીમાં તૈયાર કર્યું. આ પુસ્તક સાંસી સમાજના ઇતિહાસ તરીકે અધિકૃત માનવામાં આવે છે. તેમણે સાંસી સમાજના તે વખતના મોટી વયના લોકોને મળીને અને સાંસી અંગે લખાયેલા અનેક લેખો-નોંધ , પોલીસ રેકર્ડ વગેરે. જોઇ તપાસીને એવું પૂરવાર કર્યું છે કે સાંસી જાતિ કેટલાક કહે છે તેમ, આદિવાસી નહીં પણ અસલ રાજપૂત છે. તેમ જ મૂળે રાજસ્થાનના નિવાસી હતા.

    13મી સદીમાં જ્યારે રાજસ્થાન પર મુસ્લિમ આક્રમણકારોએ હુમલો કર્યો ત્યારે પરિવારો સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ પોતાની જમીન-રાજપૂતાના સ્ટેટ-થી દૂર થયાં અને ત્યારથી લઇને આઝાદ ભારત સુધી તેઓ કોઇ સ્થળે ઠરીઠામ થઇ શક્યા નહી. તેઓ જીવન ટકાવી રાખવા ઉત્તર ભારતમાં ઠેર ઠેર અલગ અલગ કબીલાઓમાં વહેંચાઇ ગયા. કેટલાક સિંધ પ્રદેશ-આજના પાકિસ્તાનમાં- તરફ ગયા. કેટલાક પંજાબ તરફ ફંટાયા અને ત્યાંથી એક ગામથી બીજે ગામ પડાવ નાંખતા નાંખતા ક્ચ્છ અને સૌરાષ્ટ્ર થઇને સાંસીઓનું એક જુથ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને ત્યાંથી ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ હેઠળ સેટલમેન્ટમાં પહોંચ્યું.

    રાજસ્થાનના તે વખતના રાજપૂતાના સ્ટેટમાં પોતાની જમીન-આધાર ગુમાવનાર સાંસી રાજપૂત જાતિને તે પછી ભટકતાં જીવનમાં અગાઉ જેવો દરજ્જો ના મળતાં કમનસીબે સામાજિક અને આર્થિક સમાનતા પણ ગુમાવી. એક જુથ મધ્ય ભારત અને ત્યાંથી દક્ષિણ ભારત તરફ પણ પહોંચ્યું. 1857ના બળવા બાદ ભારતમાં અંગ્રેજો સામે ભારે વિરોધ વંટોળ અને અજંપાભરી પરિસ્થિતિને પહોંચી વળવાની વિક્ટ સમસ્યા તો બીજી તરફ ભટકતુ જીવન અને રોજીરોટી માટે પશુઓના શિકાર અને તે માટે પશુઓની ઉઠાંતરીની સાથે નાની મોટી ચોરી ચકારીની પ્રવૃતિઓને કારણે આ જાતિના લોકો સામે થયેલી ફરિયાદો- રજૂઆતો વગેરેને જોતાં અંગ્રજો દ્વારા આખરે 1872ના ક્રિમીનલ ટ્રાઇબ એક્ટનો ઉપયોગ કરીને તેમને કેદ કર્યા અને તે પછી જ તેમની રખડપટ્ટી-રઝળપાટ બંધ થયા. જે 1947 સુધી રહ્યું. જો કે બધા જ કાંઇ અંગ્રેજોના હાથમાં આવ્યાં નહોતા.

    કેટલાક સંશોધકોનું માનવુ એમ પણ છે કે ચોરી-ચકારી એ અંગ્રેજોએ સમગ્ર છારા-સાંસી સમાજ પર લગાવેલો ખોટો આરોપ હતો. ખરેખર તો અંગ્રેજો એમ માનતા હતા કે ભટકતું જીવન વિતાવતા છારાઓ 1857ના બળવાના સંદેશવાહકો હતા. જેનો બદલો લેવા બળવા બાદ ચોરીનું બહાનું કાઢીને ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ હેઠળ ઓપન જેલ જેવા સેટલમેન્ટમાં છારાઓને અલગ અલગ જગ્યાઓએ કુટુંબ કબિલા સહિત કેદ કરી દેવાયા.

    આ પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે, 1960માં શેરસિંગ –શેર દ્વારા દિલ્હી ખાતેના ડેપ્યુટી સાયન્ટીફિક એટેચ્ ડૉ. ડેવિડ સી. રાઇફની મદદથી છારા-સાંસીઓના લોહીની તપાસ નૃવંશશાસ્ત્રની દ્રષ્ટિએ કરવામાં આવી ત્યારે છારા-સાંસીઓનું બ્લ્ડ ગ્રુપ તથા લક્ષણો અન્ય ઇન્ડો-આર્યન હિન્દુ કોમ્યુનીટીના બ્લ્ડ ગ્રુપ સાથે મેચ થયા હતા. જે હ્યુમન જીનેટીકસીસ્ટ તરીકે ડૉ. ડેવિડ માટે પણ રસપ્રદ હતા.

  • સાંસીસ ઓફ પંજાબમાં શેરસિંગે સાંસી ઇતિહાસની સાથે એ પણ સાબિત કર્યું છે કે તે વખતે સમગ્ર પંજાબ પ્રાંતમાં રાજ કરનાર અને અંગ્રેજોને વર્ષો સુધી હંફાવનાર તથા જેમના રાજ્યની સીમા છેક અફઘાનિસ્તાનની સીમા સુધી હતી તે શેર-એ-પંજાબ મહારાજા રણજીતસિંગ પણ અસલ રાજપૂત સાંસી ખાનદાનના હતા.જો કે શીખો આ મત સાથે સહમત નથી. (ક્રમશ:)
  •  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ