રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. અર્ધલશ્કરી દળ સીઆરપીએફના જવાનોે પણ મહામારીથી બચી નથી શક્યા. શુક્રવારે સીઆરપીએફના ૧૨ જવાનો કોરોના પોઝિટિવ હોવાની વાતને સમર્થન મળ્યું હતું. સીઆરપીએફના કુલ ૬૫ જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે. હજી ૨૦૦ જવાનોના રિપોર્ટની પ્રતીક્ષા થઇ રહી છે. કોરોના સંક્રમિત તમામ જવાનો મયૂરવિહાર ફેઝ-૩ ખાતે તૈનાત ૩૧મી બટાલિયનના છે. આ પહેલાં ગુરુવારે પણ છ સીઆરપીએફ જવાનો સંક્રમિત હોવાની જાણકારી મળી હતી. બટાલિયનના ૪૬ કર્મચારીઓનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં વિસ્તાર પહેલેથી જ સીલ થઇ ચૂક્યો છે.